ગાંધીધામ , તા . ૧૩ : અંજાર તાલુકાની માથક પ્રાથમિક શાળા સ્વચ્છતા હરીફાઈમાં તાલુકા કક્ષાએ બીજા ક્રમે આવતા શાળાને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વચ્છતા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરની શાળાઓનું સ્વચ્છતામુદ્દે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધામાં માથક પ્રાથમિક શાળા તાલુકાકક્ષાએ દ્વિતીય ક્રમે આવી હતી. શિક્ષણ વિભાગના અગ્રણીઓના હસ્તે શાળાના આચાર્ય સંજયભાઈ બલદાણિયાને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
| ગુણોત્સવ | વર્ષ | ગ્રેડ |
|---|---|---|
| ગુણોત્સવ 4 | 2013 | B |
| ગુણોત્સવ 5 | 2014 | B |
| ગુણોત્સવ 6 | 2016 | B |
| ગુણોત્સવ 7 | 2017 | A |
| ગુણોત્સવ 8 | 2018 | A |